Home> Business
Advertisement
Prev
Next

GoAirમાં સાવ સસ્તામાં પ્રવાસ કરવાની તક, ટિકિટની કિંમત 1000 રૂ.થી પણ ઓછી

ત્રણ દિવસના સેલની શરૂઆત 27 મેથી શરૂ થઈ રહી છે. ગોએર તરફથી જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે 15 જૂનથી 31 ડિસેમ્બર સુધીના સમયગાળાના પ્રવાસ પર આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકાય છે.  
 

GoAirમાં સાવ સસ્તામાં પ્રવાસ કરવાની તક, ટિકિટની કિંમત 1000 રૂ.થી પણ ઓછી

મુંબઈ : સસ્તી એરલાઇન ગોએર દ્વારા એક ખાસ સેલની જાહેરાત કરવામાં આવી છે. આ ઓફર લગભગ દસ લાખ સીટ પર મળશે. આ ઓફર અંતર્ગત 899 રૂપિયાના ભાડામાં પ્રવાસ કરવાની તક મળશે. આ ત્રણ દિવસીય સેલ 27 મેથી શરૂ થવાનું છે. ગોએર તરફથી જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે 15 જૂનથી 31 ડિસેમ્બર સુધીના સમયગાળાના પ્રવાસ પર આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકાય છે.  હકીકતમાં જ્યારે પ્રવાસીઓ વધી રહેલા ભાડા વિશે ચિંતા કરી રહ્યા છે ત્યારે આ ઓફર લોન્ચ કરવામાં આવી છે. 

fallbacks

લોકસભાની ચૂંટણીના પરિણામ પછી સતત વધી રહી છે પેટ્રોલની કિંમત, આજે થયો આટલો વધારો

ગોએરની આ ઓફરમાં જો તમે Paytmથી ઓછામાં ઓછી 2499 રૂપિયાની ટિકિટ બુક કરાવશો તો 500 રૂપિયા સુધી કેશબેક મળશે. આ સિવાય જો ફેશન ઓનલાઇન પ્લેટફોર્મ મિંત્રા પર ઓછામાં ઓછો 1999 રૂ. ખર્ચ કરશો તો ગોએરની આ ઓફર અંતર્ગત 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. આ સિવાય જો તમે zoomcarની સેવા લો તો તમને ફ્લાઇટની ટિકિટ સાથે 1500 રૂપિયા ભાડું કે પછી 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. 

ગોએર મેગદા મિલિયન સેલના નામે આ ઓફર આપી રહી છે. આ ઓફર 15 જૂનથી 31 ડિસેમ્બર સુધીના સમયગાળાના પ્રવાસ પર છે. ગોએર હાલમાં દેશમાં 24 અને વિદેશમાં 4 રૂટ પર 270 ફ્લાઇટ ઓપરેટ કરે છે. ગોએરની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે એક અન્ય સ્કીમ છે જેમાં ડોમેસ્ટિક ફ્લાઇટનું ભાડું 1375 રૂપિયાથી શરૂ થાય છે. આના અંતર્ગત 30 મે, 2019 સુધી બુકિંગ કરી શકાય છે. 

બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More